ADVERTISEMENT

ADVERTISEMENT

જ્યોર્જિયાના ભારતીય નાગરિકે ગેરકાયદેસર જુગાર રેકેટમાં સંડોવણી કબૂલી

તુષાર પટેલ સહિત નવ લોકો સામે સ્પ્રિંગફિલ્ડમાં ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ 72 મુદ્દાઓ હેઠળ આરોપ મૂક્યા હતા

 પ્રતીકાત્મક તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર / Gemini AI-generated

અમેરિકાના ફેડરલ પ્રોસિક્યુટર્સ અનુસાર, એક ભારતીય નાગરિકે દક્ષિણ-પશ્ચિમ મિસોરીમાં ચાલી રહેલી કરોડો ડોલરની ગેરકાયદેસર જુગાર સડયંત્રમાં સામેલ હોવાની કબૂલાત ફેડરલ કોર્ટમાં કરી છે.

જ્યોર્જિયાના રહેવાસી 40 વર્ષીય તુષાર આર. પટેલે અમેરિકાના મુખ્ય મેજિસ્ટ્રેટ જજ વિલી જે. એપ્સ જુનિયર સમક્ષ વાયર ફ્રોડ માટેની સડયંત્ર રચના, ગેરકાયદેસર જુગાર વ્યવસાય ચલાવવાની સડયંત્ર રચના અને મની લોન્ડરિંગ માટેની સડયંત્ર રચનાના એક-એક આરોપમાં દોષ કબૂલ્યો હતો.

ફેડરલ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે પટેલ અને તેના સાથીદારોએ ગેરકાયદેસર જુગાર ધંધા અને સંબંધિત વાયર ફ્રોડ યોજનાઓ દ્વારા અંદાજે 9.5 મિલિયન ડોલરની આવક મેળવી હતી. ત્યારબાદ આ રકમને કાયદેસર દેખાડવા માટે નાણાકીય લેવડદેવડ મારફતે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.

તુષાર પટેલ તે નવ આરોપીઓમાં સામેલ હતો, જેમના વિરુદ્ધ 14 મે, 2025ના રોજ મિસોરીના સ્પ્રિંગફિલ્ડમાં ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા 72 મુદ્દાવાળું સુપરસીડિંગ ઇન્ડાઇટમેન્ટ દાખલ કરવામાં આવ્યું હતું. કોર્ટ દસ્તાવેજો અનુસાર, આરોપીઓએ 1 જુલાઈ, 2022થી 13 મે, 2025 દરમિયાન વાયર ફ્રોડ અને ગેરકાયદેસર જુગાર વ્યવસાય ચલાવવાના કાવતરામાં ભાગ લીધો હતો.

સત્તાવાળાઓએ આરોપ મૂક્યો છે કે જૂથે ચાર અલગ-અલગ સ્થળોએ ઇન્ટરનેટ અમ્યુઝમેન્ટ આર્કેડ, સ્કિલ ગેમ આર્કેડ અને એડલ્ટ આર્કેડના નામે ગેરકાયદેસર જુગાર ધંધો ચલાવ્યો હતો. પ્રોસિક્યુટર્સે જણાવ્યું કે આ સ્થળોએ તક આધારિત રમતો, જુગાર મશીનો અને સ્લોટ મશીનોનો ઉપયોગ મિસોરી તથા ફેડરલ કાયદાના ભંગ સાથે કરવામાં આવતો હતો.

સડયંત્ર સંબંધિત આરોપો ઉપરાંત, તમામ નવ આરોપીઓ સામે ઓછામાં ઓછો એક વાયર ફ્રોડનો આરોપ મૂકાયો છે, જ્યારે આઠ આરોપીઓ સામે મની લોન્ડરિંગના આરોપો પણ લગાવવામાં આવ્યા છે.

તુષાર પટેલને વાયર ફ્રોડ માટેની સડયંત્ર રચના બદલ વધુમાં વધુ 20 વર્ષની સજા, ગેરકાયદેસર જુગાર વ્યવસાય ચલાવવાની સડયંત્ર બદલ પાંચ વર્ષની સજા અને મની લોન્ડરિંગ માટેની સડયંત્ર બદલ વધુમાં વધુ 20 વર્ષની સજાનો સામનો કરવો પડી શકે છે. યુ.એસ. પ્રોબેશન ઓફિસ દ્વારા પ્રીસેન્ટન્સ તપાસ પૂર્ણ થયા બાદ સજાની સુનાવણી નક્કી કરવામાં આવશે.

આ તપાસમાં હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન્સ, FBI, IRS ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન તેમજ મિસોરીની અનેક કાયદા અમલવારી એજન્સીઓ સામેલ હતી.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related