માંડવી તાલુકાના બલાલતીર્થ ખાતે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત આદિજાતિ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, તાપી નદીના કાંઠે અને તાપી જિલ્લાની સરહદે આવેલા આ જૂથ ગ્રામ પંચાયતના નવનીતમ મકાનનું નિર્માણ થયા બાદ છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઘર બેઠા સુવિધાઓ મળશે. વાઈ-ફાઈ કનેક્ટિવિટી, ઈ-ગ્રામ સેવા જેવી સુવિધાઓ ઘરઆંગણે મળશે અને ગ્રામજનોને યોજનાકીય સહાય, વિવિધ પ્રમાણપત્રો મેળવવું વધુ સરળ અને સુગમ થશે. જૂથ ગ્રામ પંચાયતના ૩ ગામના લોકોને વઢવાણા જવું પડે છે, પણ આ મુશ્કેલીઓ હવે આગામી દિવસોમાં દૂર થશે.
મંત્રીશ્રીએ ગામમાં આરોગ્ય સબ સેન્ટર, લાઈબ્રેરી, કોમ્યુનિટી સેન્ટર જેવી સુવિધાઓ ઉભી કરાશે એમ પણ જણાવ્યું હતું.
આ વેળાએ ઉપસ્થિત સૌએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ શ્રી દિલીપ ચૌધરી, મામલતદારશ્રી મિસ્ત્રી, ટી.ડી.ઓશ્રી સોલંકી, આર એન્ડ બી. એસ.ઓ શ્રી મનીષ ચૌધરી, અગ્રણીઓ કુંવરજી ચૌધરી, ધનસુખ વસાવા, ઘલાભાઈ વસવા, અનિલ ચૌધરી, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login