ADVERTISEMENTs

ગંજુએ તેમની પુસ્તકમાં કાશ્મીરી પંડિત રસોઈના ખજાનાને સંગ્રહિત કર્યા.

દરેક રેસીપી તેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંદર્ભના વર્ણન સાથે આવે છે, જે નવીનતમ આવૃત્તિને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનાવે છે.

Koshur Saal બુકનું કવર પેજ અને લેખક ચંદ્રમુખી ગંજુ / Courtesy Photo

ચંદ્રમુખી ગંજુ દ્વારા રચિત પ્રખ્યાત કાશ્મીરી રસોઈ પુસ્તક 'કોશુર સાલ'ની પાંચમી આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

આ હાર્ડબાઉન્ડ પુસ્તક બે દાયકાથી વધુના ઝીણવટભર્યા સંશોધનનું પરિણામ છે, જે કાશ્મીરની પરંપરાગત વાનગીઓને એક વ્યાપક ગ્રંથમાં સમાવવાનો પ્રયાસ કરે છે.

દરેક વાનગીની સાથે તસવીરો અને તેના સાંસ્કૃતિક તેમજ ધાર્મિક સંદર્ભનું વર્ણન આપવામાં આવ્યું છે, જે આ આવૃત્તિને કાશ્મીરી પંડિતોની રસોઈ અને વાર્તાગત વિરાસતને સાચવતું અને સમજાવતું એક મહત્વનું સીમાચિહ્ન બનાવે છે.

'કોશુર સાલ', જેનો અંગ્રેજીમાં અર્થ 'કાશ્મીરી ભોજન' થાય છે, તે રોજિંદા રસોઈમાંથી લુપ્ત થઈ ગયેલી વાનગીઓને પુનર્જનમ આપવા અને તેના જતન માટે પ્રયત્નશીલ છે.

પુસ્તકના લેખક ચંદ્રમુખી ગંજુએ તેમના પુસ્તકને "માત્ર વાનગીઓનો સંગ્રહ નહીં" તેમ વર્ણવ્યું છે.

તેમણે ઉમેર્યું કે "આ ગ્રંથ વૈશ્વિક કાશ્મીરી ડાયસ્પોરાને ખોરાક અને રસોઈ દ્વારા પરંપરા, યાદો અને ઓળખ સાથે જોડવાનું માધ્યમ છે."

કોફી-ટેબલ પર શોભે તેવા આકર્ષક ગ્રંથ તરીકે રચાયેલું આ પુસ્તક ભેટ, સંગ્રહ કે આર્કાઇવ માટે યોગ્ય છે. તેમાં પ્રખ્યાત રોગન જોશ અને દમ આલુથી લઈને ઓછી જાણીતી વાનગીઓ જેવી કે વુગર બાટા અને ઋતુબદ્ધ વિશેષ વાનગીઓનો સમાવેશ થાય છે. 'કોશુર સાલ' કાશ્મીરી રસોઈની અખંડિતતા અને આધ્યાત્મિક સારને સાચવે છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video