ADVERTISEMENTs

વિવનીટ એકઝીબીશન-ર૦ર૫માં એકઝીબીટર્સને રૂપિયા ૫૦૦ કરોડથી વધુનો બિઝનેસ

ભારતની મુખ્ય કાપડની મંડીઓથી ફેબ્રિકસના મોટા ગજાના ૧,૦૦૦ થી વધુ જેન્યુન બાયર્સ તેમજ સુરતના વેપારીઓ મળી કુલ ૧૧, ૮૮૫ જેટલા વિઝીટર્સે પ્રદર્શનની મુલાકાત લીધી

સરસાણા ખાતે યોજાયેલ વીવનીટ એક્ઝિબિશન 2025. / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૮ થી ર૦ જુલાઈ ર૦ર૫ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૫’નું આજરોજ સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં એકઝીબીટર્સને જેન્યુન બાયર્સનો અને સુરતના વેપારીઓનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના વિવર્સ અને નીટર્સને તેમજ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવા માગતા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના હેતુથી કરવામાં આવેલા પ્રયાસને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ કોર્પોરેટ હાઉસના પરચેઝ મેનેજરો અને સુરતના વેપારીઓએ મુલાકાત લીધી હતી.

બે દિવસ દરમ્યાન વિવનીટ એક્ઝિબીશનની ૬,૩૮૦ વિઝીટર્સે મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારના રોજ કુલ ૫,૫૦૫ વિઝીટર્સે મુલાકાત લેતા ત્રણ દિવસમાં કુલ ૧૧, ૮૮૫ જેટલા વિઝીટર્સ તેમજ ૧,૦૦૦ કરતા વધુ અન્ય શહેરના જેન્યુન બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

- / SGCCI

દેશની મુખ્ય કાપડ મંડીઓમાંથી આવેલા મોટા ગજાના બાયર્સનો એરજેટના પ્લેન વિસ્કોસ અને ફેબ્રિકસ તથા રેપીયરના વિસ્કોસ ફેબ્રિકસમાં રસ દેખાયો હતો. નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ વોટરજેટના હોમ ફર્નીશીંગના પ્લેન ફેબ્રિક, ડોબી ફેબ્રિકની પણ ખૂબ જ ડિમાન્ડ રહી હતી. સાથે જ વોટરજેટના વેલ્યુ એડીશન ફેબ્રિકસની ડિમાન્ડ વધારે જોવા મળી હતી. પ્રદર્શનમાં આવેલા કેટલાક ગારમેન્ટ મેન્યુફેકચરર્સે ડેનીમ ફેબ્રિકની માંગ કરી હતી, આથી પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સને આશરે રૂપિયા ૫૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો.

વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ), શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્‌સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ્‌સ અને ડ્‌યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્‌ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એકઝીબીશનમાં વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, બ્રોકેડ ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ્સના ઘણા ઓર્ડર્સ એકઝીબીટર્સને મળ્યા હતા.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video