ADVERTISEMENT

ADVERTISEMENT

ફિલ્મ "ક્રૂ" નું બમ્પર ઓપનિંગ, 20 કરોડની કમાણી

આ ફિલ્મ, 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, ફિલ્મમાં કોહિનૂર એરલાઇન્સ માટે કેબિન ક્રૂ મેમ્બર્સ તરીકે કામ કરતી ત્રણ મિત્રોની વાર્તા છે, જેમના જીવનમાં જ્યારે તેઓ એક જટિલ પરિસ્થિતિમાં ફસાય છે ત્યારે તેમના જીવનમાં કેવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે તે દર્શાવ્યું છે.

ક્રૂ ફિલ્મની સ્ટારકાસ્ટ / X / @taran_adarsh

ગત શુક્રવારે સિનેમાઘરોમાં રજુ થયેલ બોલિવૂડની ફિલ્મ 'ક્રૂ', જેમાં તબુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન છે, તેણે બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી છે,પ્રથમ દિવસે વિશ્વભરમાં 2.3 મિલિયન ડોલર (20 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે.

વિશ્વભરના સિનેમા જગતમાં ત્રણ હિરોઈનનોની મુખ્ય ભૂમિકા વાળી અત્યાર સુધી રજુ થયેલ કોઈપણ ફિલ્મમાં સૌથી વધુ ઓપનિંગ કમાણી કરવાનો રેકોર્ડ આ ફિલ્મે બનાવ્યો છે.

આ ફિલ્મની નિર્માતા એકતા કપૂરે આ બાબતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "થેંક્યુ ઇન્ડિયા ! ફિલ્મના ડિરેક્ટર અને મારી ગર્લ્સ એ દુનિયાને બતાવી દીધું કે ધમાકો કેવી રીતે કરાય."

આ ફિલ્મ, 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, ફિલ્મમાં કોહિનૂર એરલાઇન્સ માટે કેબિન ક્રૂ મેમ્બર્સ તરીકે કામ કરતી ત્રણ મિત્રોની વાર્તા છે, જેમના જીવનમાં જ્યારે તેઓ એક જટિલ પરિસ્થિતિમાં ફસાય છે ત્યારે તેમના જીવનમાં કેવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે તે દર્શાવ્યું છે.

રાજેશ એ. કૃષ્ણન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં છે અને કપિલ શર્મા નાનકડી ભૂમિકામાં છે. કુલ 1100 સ્થળોએ, 75 થી વધુ દેશોમાં અને 2000 થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જેણે સમગ્ર વિશ્વમાં હાલની કમાણી જોતા કહી શકાય કે ડંકો વગાડ્યો છે.

કરીના કપૂર ખાને આ પ્રોજેક્ટ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, "@rheakapoor, @ektarkapoor અને હું અમારો આ બીજો રાઉન્ડ છે. વીરે દી વેડિંગથી શરૂઆત થઇ હતી અને હવે CREW ચાલી રહી છે. ફિલ્મમાં મારી સાથે કામ કરનાર સુંદર કો સ્ટાર ક્રિતી સેનન અને તબુ અને અમેઝિંગ રાજેશ કૃષ્ણન અમે સાથે મળીને આ સફળતા મેળવી છે, હું ભાગ્યશાળી છું."

'ક્રૂ' ફિલ્મ માટે એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા કોલાબ્રેશન કરાયું છે, જેમણે અગાઉ 'વીરે દી વેડિંગ' માં સાથે કામ કર્યું હતું. કપૂરે પોતાની અને કરીના કપૂર ખાન વચ્ચેની પાર્ટનરશીપ પર પ્રકાશ પાડતા ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની સફળતાની ઉજવણી કરી હતી.

બોક્સ ઓફિસ પર તેના મજબૂત પ્રદર્શન અને આશાસ્પદ વાર્તા સાથે, 'ક્રૂ' આગામી દિવસોમાં વધુમાં વધુ પ્રેક્ષકોને આકર્ષિત કરવા માટે તૈયાર છે, જે બોલિવૂડની ભવ્યતામાં નોંધપાત્ર ઉમેરો કરે છે.

Comments

Related