ADVERTISEMENT

ADVERTISEMENT

મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાશે, આ બે ખેલાડીઓને ખેલ રત્ન

20 ડિસેમ્બરે સરકાર દ્વારા આ વર્ષે આપવામાં આવનાર ખેલ એવોર્ડ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે.

 Mohammad Sami Cricket Player Mohammad Sami Cricket Player / Google

26ને અર્જુન એવોર્ડ અને  બે ખેલાડીઓને ખેલ રત્ન

20 ડિસેમ્બરે સરકાર દ્વારા આ વર્ષે આપવામાં આવનાર ખેલ એવોર્ડ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. આ સાથે જ સૌથી મોટું સન્માન એવો ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીને આપીને સન્માનિત કરવામાં આવશે. આ બધા જ ખેલાડીને 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનિત કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ 29 ખેલાડીઓને સ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જે પૈકી બે ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડથી જ્યારે 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
નોંધનીય છે કે, ખેલ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સમિતિઓની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થા માટે એવોર્ડની પસંદગી કરી છે. મંત્રાલયે તમામ પુરસ્કારો મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે.

ખેલ રત્ન એવોર્ડ 2023  (હેડિંગ)


ચિરાગ શેટ્ટી              બેડમિન્ટન
સાત્વિકસાઈરાજ, રેન્કીરેડ્ડી      બેડમિન્ટન


અર્જુન એવોર્ડ 2023


મોહમ્મદ શમી             ક્રિકેટ
આર વૈશાલી               ચેસ
ઓજસ પ્રવીણ દેવતળે       તીરંદાજી
અદિતિ ગોપીચંદ સ્વામી    તીરંદાજી
શ્રીશંકર                   એથ્લેટિક્સ
પિંકી                        લૉન બોલ્સ
અજય કુમાર            બ્લાઇન્ડ ક્રિકેટ
દિવ્યકૃતિ સિંહ           અશ્વારોહણ ડ્રેસ
પારૂલ ચૌધરી            એથ્લેટિક્સ
મોહમ્મદ હુસામુદ્દીન     બોક્સર
સુશીલા ચાનુ             હોકી
પવન કુમાર              કબડ્ડી
રિતુ નેગી                  કબડ્ડી
નસરીન                     ખો-ખો
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર     શૂટિંગ
ઈશા સિંહ                   શૂટિંગ
હરિન્દર પાલ સિંહ        સ્ક્વોશ
આયિકા મુખર્જી            ટેબલ ટેનિસ
સુનીલ કુમાર              કુસ્તી
અંતિમ                      કુસ્તી
રોશીબીના દેવી           વુશુ
શીતલ દેવી                પેરા તીરંદાજી
પ્રાચી યાદવ              પેરા કેનોઇંગ
અનુષ અગ્રવાલ         ઘોડેસવારી
દીક્ષા ડાગર                ગોલ્ફ
કૃષ્ણ બહાદુર પાઠક       હોકી

Comments

Related