ADVERTISEMENT

ADVERTISEMENT

રાધા બસુની iMerit કંપની EXL દ્વારા ખરીદાશે

iMeritનું Ango પ્લેટફોર્મ અને Scholars નેટવર્ક EXLની AI અને હ્યુમન ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

 ભારતીય અમેરિકન ટેકનોલોજીસ્ટ રાધા રામાસ્વામી બાસુ ભારતીય અમેરિકન ટેકનોલોજીસ્ટ રાધા રામાસ્વામી બાસુ / Ishani Duttagupta

ભારતીય મૂળની અમેરિકન ઉદ્યોગસાહસિક રાધા રામસ્વામી બસુ દ્વારા સ્થાપિત AI કંપની iMerit હવે નાસ્ડેકમાં લિસ્ટેડ ડેટા અને AI કંપની EXL (ExlService Holdings Inc.) દ્વારા ખરીદવામાં આવશે. બંને કંપનીઓએ ગયા અઠવાડિયે આ અંગે કરારની જાહેરાત કરી હતી.

AI મોડેલ ટ્રેનિંગ, મૂલ્યાંકન (Evaluation) અને રીનફોર્સમેન્ટ લર્નિંગ ક્ષેત્રે અગ્રણી iMerit મોટી ભાષાકીય (LLM) અને મલ્ટીમોડલ AI મોડેલોને વધુ ચોકસાઈ અને કાર્યક્ષમ બનાવવા માટે ડેટા અને ટ્રેનિંગ સેવાઓ પૂરી પાડે છે.

iMerit જવાબદાર (Responsible) AI વિકાસ માટે પણ જાણીતી છે. કંપની સમાજના વંચિત યુવાનો અને મહિલાઓને રોજગાર આપી સામાજિક તથા આર્થિક સશક્તિકરણમાં યોગદાન આપે છે. બીજી તરફ, EXLની સ્થાપના 1999માં ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગસાહસિકો વિક્રમ તલવાર અને રોહિત કપૂર દ્વારા કરવામાં આવી હતી.

આ સોદાની કુલ કિંમત 310 મિલિયન ડોલર સુધી હોઈ શકે છે, જેમાં અગાઉથી ચૂકવાતી રકમ અને ભવિષ્યની ચુકવણી બંનેનો સમાવેશ થાય છે. તમામ નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ સોદો 2026ના ત્રીજા ત્રિમાસિકમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

EXLના ચેરમેન અને CEO રોહિત કપૂરે જણાવ્યું કે, AIનો સફળ ઉપયોગ કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળો ડેટા, કડક મૂલ્યાંકન અને રીનફોર્સમેન્ટ લર્નિંગ જરૂરી છે. iMeritના જોડાણથી EXL તેના ગ્રાહકોને AIના પ્રયોગાત્મક તબક્કામાંથી પ્રોડક્શન સ્તરે પહોંચાડવામાં વધુ સક્ષમ બનશે.

આ અધિગ્રહણ બાદ EXLને વિશ્વની અગ્રણી Foundation Model કંપનીઓ સાથે વધુ મજબૂત ભાગીદારી મળશે. સાથે જ કંપની ગ્રાહકો માટે તેમના ડેટા અને વ્યવસાયિક જરૂરિયાતોને અનુરૂપ નાના અને વિશિષ્ટ Language Models વિકસાવવામાં પણ મદદ કરી શકશે.

iMeritની સ્થાપક અને CEO રાધા બસુએ જણાવ્યું કે, AI ક્ષેત્રના આ નિર્ણાયક સમયમાં EXL શ્રેષ્ઠ ભાગીદાર સાબિત થશે. બંને કંપનીઓનું માનવું છે કે ઉચ્ચ ગુણવત્તાવાળો અને વિશિષ્ટ ડેટા જ સફળ AIનો પાયો છે.

iMerit શરૂ કરતા પહેલાં બસુએ લગભગ બે દાયકાં સુધી Hewlett-Packard (HP)માં સેવા આપી હતી. તેમણે ભારતમાં HPના ઓપરેશન્સ શરૂ કર્યા હતા અને બાદમાં SupportSoft કંપનીને Nasdaq પર સફળતાપૂર્વક લિસ્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

હાલમાં iMeritમાં Khosla Ventures, Omidyar Network, Dell Foundation અને British International Investment (BII) જેવા મોટા રોકાણકારોનું રોકાણ છે. બસુ તેમના પતિ સાથે મળીને Anudip Foundationની પણ સહ-સ્થાપક છે.

iMeritનું Ango પ્લેટફોર્મ જનરેટિવ AI માટે ડેટા પ્રોસેસિંગ, Chain-of-Thought Reasoning, Red Teaming અને Multimodal Evaluation જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડે છે. જ્યારે Scholars નેટવર્કમાં ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ભાષાશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાતો સામેલ છે, જે AI મોડેલોને વધુ વિશ્વસનીય બનાવવા માટે માનવીય પ્રતિસાદ આપે છે.

અધિગ્રહણ બાદ EXL, Ango પ્લેટફોર્મને તેના EXLerate.ai, EXLdata.ai અને EXLdecision.ai જેવા AI પ્લેટફોર્મ સાથે એકીકૃત કરશે. તેના દ્વારા કંપની ગ્રાહકોને પાયલોટ પ્રોજેક્ટમાંથી મોટા પાયે AI અમલીકરણ સુધીની સંપૂર્ણ સેવા આપી શકશે.

આ સોદાથી EXLને હાઈ-ટેક, મોબિલિટી, ઓટોનોમસ સિસ્ટમ્સ અને ફિઝિકલ AI જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં પણ વધુ મજબૂત સ્થાન મળશે. iMeritની ટેક્સ્ટ, ઈમેજ, વીડિયો, વોઇસ અને LiDAR ડેટા સંબંધિત કુશળતા રોબોટિક્સ, સ્વચાલિત વાહનો અને બુદ્ધિશાળી વાસ્તવિક દુનિયાની AI એપ્લિકેશન્સના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?