117 વર્ષ જૂની અરબની સ્વીટ સુરતમાં! તમે ખાધી છે "સગલા-બગલા" ?
November 2025 17 views 01 min 10 secગુજરાતનું ઐતિહાસિક શહેર સુરત, જે હીરા, કાપડ અને મીઠાઈ માટે જગવિખ્યાત છે. અહીં ઘારી જેટલી લોકપ્રિય છે, તેટલું જ વિશેષ સ્થાન ‘સગલા-બગલા’ મીઠાઈએ પણ મેળવ્યું છે. કાજુ-પિસ્તાના માવાથી સમૃદ્ધ બનેલી આ મીઠાઈની બાહ્ય રચના એટલી નાજુક છે કે કાગળ કરતાં પણ પાતળી પડથી બનેલી હોય છે. ખારી બિસ્કિટના પડ પણ તેની સામે ઝાંખા લાગે. આ સગલાબગલાને ત્રિકોણ બોક્સમાં જોતા જ મોઢામાં પાણી આવી જાય. આ મીઠાઈની લલચાવતી સુગંધ આખા વાતાવરણમાં છવાઈ જાય છે. દરેક પડમાંથી ઘી ની મધુર સુગંધ અનુભવાઈ. ઉપરથી ક્રિસ્પી દેખાતી આ મીઠાઈ જ્યારે મોઢામાં મૂકીએ, ત્યારે આ... હા... હા... હા... એક અલૌકિક સ્વાદની જુગલબંધીનો અનુભવ થાય છે. કાજુ, પિસ્તા અને ઈલાયચીથી ભરેલો નરમ માવો અને પાતળી, કડક પફી લેયરની સંગત આ મીઠાઈનો સ્વાદ લોકોને જીભે રહી જાય એવો છે.
- Tags:
- Gujarat. Sweets
- Arab
- Surat
- Tradition
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



