US ની ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલનો ઇન્સ્ટ્રકટર Fraud કેસમાં ઝડપાયો.
September 2025 1 views 01 min 15 secસુરતની જાણીતી વેન્ચુરા એર કનેક્ટ કંપની સાથે એરક્રાફ્ટ ખરીદીના નામે 2.33 કરોડની ઠગાઈ કરવાના આરોપસર ભૂતપૂર્વ CEO કાર્તિકિય શંકરલાલ ગરાસીયાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પરથી અમેરિકા ભાગવાની ફિરાકમાં રહેલા કાર્તિકિયને ઉમરા પોલીસે લૂક આઉટ નોટિસના આધારે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં આરોપી અમેરિકાના ટેક્સાસના આર્લિંગટન ખાતે આવેલી 'ગોલ્ફ એરો ફ્લાઈટ સ્કૂલ' સાથે સંકળાયેલો છે અને 4,700 કલાકથી વધુનો ફ્લાઈંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકન લાઇસન્સ પણ છે. તે અમેરિકામાં પણ ફ્લાઈટ ટ્રેનિંગ આપતો હોવાનું તેણે પોતે જણાવ્યું છે.