સુરતના ૧૦૦% ઘરોમાંથી કચરો ઉઠાવીને નંબર ૧ બન્યા છીએ.
July 2025 7 views 01 min 31 secભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે “સ્વચ્છ સર્વેક્ષણ-2024” અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના વરદહસ્તે એવોર્ડ એનાયત થયો છે. આ સિદ્ધિને ઉજવવા અને સ્વચ્છતા યોદ્ધાઓના સન્માન સાથે જનસહભાગિતાની ઉજવણી રૂપે ડુમસ-મગદલ્લા રોડ પર આવેલા વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇ, સાંસદ મુકેશભાઇ દલાલ, મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video