સરદાર પટેલની જયંતી, PM નરેન્દ્ર મોદી બે દિવસ એકતાનગર, કરોડોના વિકાસકામોનું થશે લોકાર્પણ
October 2025 4 views 02 min 06 secલોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે. બે દિવસના આ રોકાણ દરમિયાન વડાપ્રધાનના હસ્તે કુલ ₹ 800 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



