અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓના રહેણાંકી વિસ્તારમાં આંટાફેરા વધતા ફાળ ફેલાયો છે. ખાંભાના નાની ધારી ગામમાં ગત મધરાત્રે એક દીપડો શિકારની શોધમાં સીધો જ રહેણાંકી મકાનમાં ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, પરિવારની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી.