વડોદરાના ૧૭ વર્ષીય જૈનિલે ફાઈટર જેટના પાયલોટો માટે બનાવ્યું સુરક્ષા કવચ
March 2026 1 views 02 min 38 secવડોદરાના ૧૭ વર્ષીય વિદ્યાર્થી જૈનિલ ચાંપાનેરિયાએ ફાઈટર જેટના પાયલોટોના જીવ બચાવવા માટે ક્રાંતિકારી 'ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ' વિકસાવી છે. રાજસ્થાનના ચુરુમાં ભારતીય વાયુસેનાના જગુઆર ફાઈટર જેટના અકસ્માતમાં ટેકનિકલ ખામીને કારણે પાયલોટે જીવ ગુમાવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી વ્યથિત થઈને જૈનિલે ભવિષ્યમાં આવી જાનહાનિ રોકવાના દ્રઢ સંકલ્પ સાથે આ મિકેનિકલ બેકઅપ તૈયાર કર્યું છે. ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગના આ છાત્રની સિદ્ધિને 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન મળ્યું છે. હાલ તે આ ટેકનોલોજીને ભારતીય વાયુસેનામાં અમલી બનાવવા DRDO સાથે સહયોગ કરી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



