સુરતની 250 મહિલાઓ ભજન-કીર્તન કરી ચલાવે છે 550 ગૌમાતાનું 'ગૌધામ'
March 2026 3 views 04 min 21 secસુરત શહેરના પુણા કેનાલ રોડ પર આવેલ ગૌશાળાનું સંપૂર્ણ સંચાલન છેલ્લા 12 વર્ષથી 250થી વધુ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી વૃંદાવન ગૌ ધામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત આ ગૌશાળામાં હાલ 550થી વધુ ઈજાગ્રસ્ત અને બિમાર ગૌમાતાઓની સેવા અને સારવાર કરવામાં આવી રહી છે. ગૌશાળા અબોલ અને અસહાય પ્રાણીઓ માટે ઘર-પરિવારની જવાબદારીઓ સંભાળવાની સાથે બહેનો ગૌમાતાઓની સેવામાં ખડેપગે રહે છે. ઠંડી, ગરમી કે પછી વરસાદની ચિંતા કર્યા વગર આ બહેનો નિયમિત રીતે ગૌવંશની સેવામાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



