સહજા રેડ્ડી ઉદુમુલા / GoFundMe
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના અલ્બેની શહેરમાં એક ઘરમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાથી ૨૪ વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે.
મૂળ આંધ્ર પ્રદેશની રહેવાસી અને અલ્બેનીમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરતી સહજા રેડ્ડી ઉદુમુલાને શરીરના લગભગ ૯૦ ટકા ભાગે ગંભીર બર્ન ઇજા થઈ હતી. વિશેષ બર્ન સેન્ટરમાં સઘન તબીબી સારવાર છતાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે, તેમ તેમના પરિવારે જણાવ્યું હતું.
ન્યૂયોર્કમાં ભારતીય મહાવાણિચ્ય દૂતાવાસે વિદ્યાર્થિનીના અકાળે અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે X પરની પોસ્ટમાં લખ્યું છે કે, “આ અકાળ મૃત્યુથી અમે અત્યન્ત દુ:ખી છીએ. પરિવાર પ્રત્યે અમારી સંવેદના અને હાર્દિક સંવેદના. અમે પરિવારના સંપર્કમાં છીએ અને તમામ સંભવિત સહાયતા આપી રહ્યા છીએ.”
અલ્બેની પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ૪ ડિસેમ્બરની સવારે આ ઘરમાં આગ લાગી હતી. પહોંચેલા અધિકારીઓ અને ફાયર બ્રિગેડને ઘર સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં ઘેરાયેલું જોવા મળ્યું હતું અને અંદર કેટલાક લોકો ફસાયેલા હોવાની જાણકારી મળી હતી.
ચાર પુખ્ત વયના લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બેને વિશેષ બર્ન સેન્ટરમાં ખસેડાયા હતા.
સહજાના પિતરાઈ બહેન રત્ના ગોપુએ શરૂ કરેલા ફંડરેઝરમાં જણાવાયું છે કે, “અમારા પરિવારે અકલ્પનીય દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો છે. અમારી પ્રિય પિતરાઈ બહેન સહજા ઉદુમુલા આ ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી હતી અને તેણે અંત સુધી જીવન માટે જબરી લડત આપી, પરંતુ અંગોનું સંપૂર્ણ નિષ્ફળતા નડી અને તેનું અવસાન થયું.”
ઉજ્જવળ અને મહેનતુ વિદ્યાર્થિની તરીકે તેમનું વર્ણન કરતાં રત્નાએ લખ્યું છે કે, સહજા સ્વપ્નો, આશાઓ અને વાયદાઓથી ભરેલું ભવિષ્ય ધરાવતી હતી.
આ અચાનક નુકસાનથી પરિવાર પર ભારે આઘાત અને આર્થિક મુશ્કેલી આવી છે. અંતિમ સંસ્કાર, સ્મૃતિ સમારોહ, પાર્થિવનું ભારત પરત લાવવું તથા પરિવારને સહાયતા માટે આ ફંડરેઝર શરૂ કરાયું છે. ૫ ડિસેમ્બર સુધીમાં ૧,૨૦,૦૦૦ ડોલરના લક્ષ્યાંક સામે ૧,૧૯,૩૩૫ ડોલરથી વધુ રકવ એકઠી થઈ ગઈ છે.
અલ્બેનીમાં સ્થાનિક તંત્ર આગના કારણોની તપાસ કરી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login