ADVERTISEMENT

ADVERTISEMENT

ખાટું શ્યામ મંદિરના ફાગુન મેળાની વ્યવસ્થામાં અરાજકતા, વૃદ્ધો સાથે સુરક્ષા કર્મીઓનું તોછડું વર્તન!

ટ્રસ્ટીના સગા માટે VVIP ટ્રીટમેન્ટ, જોકે વૃદ્ધો સાથે સુરક્ષા કર્મીઓનું તોછડું વર્તન!

વૃદ્ધો સાથે સુરક્ષા કર્મીઓએ તોછડું વર્તન કર્યું હતું / Image Provided

સુરત ખાતે આજથી ખાટું શ્યામ મંદિર ખાતે શરૂ થયેલા ફાગુન મેળામાં વ્યવસ્થામાં અરાજકતા જોવા મળી હતી. દર્શન માટે આવતા દર્શનાર્થીઓ સાથે સુરક્ષા કર્મીઓ સહિત મંદિરના સભ્યો દ્વારા ગેરવર્તન કરવામાં આવી રહ્યું હતું. ખાસ કરીને મંદિરના ટ્રસ્ટી મંડળ કે સભ્યોના સગા વાળાઓને વીઆઈપી એન્ટ્રી આપવામાં આવી રહી હતી, જ્યારે સામાન્ય માણસમાં વૃદ્ધો સાથે સુરક્ષા કર્મીઓએ તોછડું વર્તન કર્યું હતું.

ખાટું શ્યામ મંદિર ખાતે હોળી ધુળેટીના તહેવાર દરમિયાન સૌથી મોટો ફાલ્ગુન મહોત્સવનું આયોજન થતું હોય છે. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શ્રદ્ધા સાથે આવતા હોય છે. પરંતુ આ વખતે ખાટું શ્યામ મંદિર ખાતે દર્શનાર્થીઓ માટેની અવ્યવસ્થા સ્પષ્ટ પણે દેખાય આવી હતી. સાથે જ આ મેળાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે પણ ત્યાંના સુરક્ષા કર્મીઓ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જ્યારે તેમને મીડિયામાં છે તેવું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મીડિયાવાળાને પણ એન્ટ્રી નથી તમારે જેને કહેવું હોય એને કહી શકો છો. મીડિયા કર્મીઓને મંદિર દ્વારા પાસ પણ આપવામાં આવ્યા હોવા છતાં પણ ટ્રસ્ટીઓ દ્વારા આ રીતે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ અંગે ખાટું શ્યામ મંદિરના ડાયરેક્ટર કૈલાશ હકીમ સાથે વાત કરતા તેમણે કહ્યું કે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ દરેક જગ્યાએ અલગ અલગ માણસો હોય તેથી અવ્યવસ્થા સર્જાય છે. હું હમણાં જ તેઓને સાથે વાત કરું છું.

આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ ખાટું શ્યામ બાબાના દર્શને આવતા હોય ત્યારે તેઓ સાથે ખાસ કરીને વડીલો સાથે ગેરવર્તન કરવું યોગ્ય નથી. લાકડીના સારે ચાલતા વૃદ્ધ દાદીને પણ સુરક્ષા કર્મીએ હડધૂત જ કરીને કાઢી મૂક્યા હતા અને સામાન્ય શ્રદ્ધાળુઓની લાઈનમાં જવા કહ્યું હતું. જ્યારે મંદિરના ટ્રસ્ટી મંડળના કે સભ્યોના પરિવાર વાળા આવતા હતા, ત્યારે તેઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી અને તેઓને ડાયરેક્ટ વી વીઆઈપી એન્ટ્રી આપવામાં આવી રહી હતી તેઓ માટે નાસ્તા-પાણી સુધ્ધાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related