ADVERTISEMENT

ADVERTISEMENT

ગુજરાતમાંથી 10 વર્ષમાં 22 હજાર લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું

છેલ્લાં કેટલાક વર્ષોથી વિદેશમાં સ્થાયી થવાના ચલણમાં વધારો જોવા મળ્યો છે. આંકડાઓ પણ આ વાતની સાબિતી આપી છે. વર્ષ 2013થી વર્ષ 2022માં ગુજરાતમાંથી 22 હજારથી વધુ લોકોએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.

Indian Passport Image / Google

ગુજરાતમાંથી 10 વર્ષમાં 22 હજાર લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું

છેલ્લાં કેટલાક વર્ષોથી વિદેશમાં સ્થાયી થવાના ચલણમાં વધારો જોવા મળ્યો છે. આંકડાઓ પણ આ વાતની સાબિતી આપી છે. વર્ષ 2013થી વર્ષ 2022માં ગુજરાતમાંથી 22 હજારથી વધુ લોકોએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. 
વર્ષ 2022માં સમગ્ર દેશમાંથી 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું હતું. 2011થી 2022 સુધી 16.63 લાખ લોકો દ્વારા ભારતીય નાગરિકત્વ જતું કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ભારતીય નાગરિકત્વ જતું કરીને વિદેશમાં વસવાની અને ત્યાં સ્થાયી થવાની સંખ્યા વધી છે. વિદેશમાં સ્થાયી થનારામાં મોટાભાગના યુવાનો છે. 

છેલ્લા 10 વર્ષમાં ભારતીય પાસપોર્ટ જે રાજ્યમાં સૌથી વધુ સરેન્ડર થયા હોય તો તેમાં દિલ્હી 60 હજાર 414 લોકો સાથે મોખરે છે. પંજાબ 28,117 લોકો સાથે બીજા ક્રમે, ગુજરાત 22,000 લોકો સાથે ત્રીજા ક્રમે, મહારાષ્ટ્ર 17,171 લોકો સાથે ચોથા અને કેરળ 16 હજાર 247 લોકો સાથે પાંચમા ક્રમે છે.

સમગ્ર દેશમાંથી અમેરિકાનું નાગરિકત્વ સૌથી વધુ 13,044 લોકો દ્વારા, કેનેડાનું નાગરિકત્વ 7,472 દ્વારા, યુનાઇટેડ કિંગડમનું નાગરિકત્વ 1711 દ્વારા, ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ 1686 દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અનેક ભારતીય યુવાનો હવે ન્યૂઝીલેન્ડ, જર્મની ઉપર પસંદગી ઉતારી રહ્યા છે. 


5 વર્ષમાં નાગરિકત્વ જતું કરનારની સખ્યા (હેડિંગ)


વર્ષ            નાગરિકત્વ જતું કર્યું
2018            1.34 લાખ
2019            1.44 લાખ
2020            85,225
2021            1.63 લાખ
2022            2.25 લાખ

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video