ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતમાં પણ આવેલું છે 'મીની આફ્રિકા' વડાપ્રધાન મોદીનું પણ છે ખાસ કનેક્શન

ભારત વિવિધ સંસ્કૃતિનો સમન્વય ધરાવતો દેશ છે. અહીં વિવિધ ધર્મ, જાતિ અને સમુદાયના લોકો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ એક મીની આફ્રિકા છે? વાંચીને ઝટકો લાગ્યોને....

મીની આફ્રિકા / google

ભારત વિવિધ સંસ્કૃતિનો સમન્વય ધરાવતો દેશ છે. અહીં વિવિધ ધર્મ, જાતિ અને સમુદાયના લોકો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ એક મીની આફ્રિકા છે? વાંચીને ઝટકો લાગ્યોને, પરંતુ આજે અમે તમને આ વિશે જણાવીશું. ભારતમાં ગુજરાતના જાંબુર ગામને ' મીની આફ્રિકા' કહેવામાં આવે છે. આ એ જ ગુજરાત છે, જે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે


જૂનાગઢ જિલ્લામાં આવેલા જાંબુર ગામના લોકો મૂળ તો આફ્રિકાનાં વતની

જૂનાગઢ જિલ્લામાં આવેલા જાંબુર ગામના લોકો મૂળ તો આફ્રિકાનાં વતની છે. તેમનું શરીર અને દેખાવ મોટે ભાગે આફ્રિકનો જેવો જ છે. પરંતુ વર્ષોથી ભારતમાં રહેવાને કારણે તેઓ પણ હવે ભારતીયતાના રંગમાં રંગાઈ ગયા છે. આ લોકો ભારતીય લોકશાહીના તહેવાર એટલે કે ચૂંટણીઓમાં પણ ભાગ લે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં લોકોએ મતદાન પણ કર્યું હતું.

આ આફ્રિકન લોકો માત્ર પોતાનો મત જ નથી આપતા પરંતુ પોતે ચૂંટણી પણ લડે છે. ગત વર્ષે એટલે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જાંબુર ગામમાં ખાસ આદિવાસી બૂથ બનાવવામાં આવ્યું હતું, જ્યાં જઈને લોકોએ મતદાન પણ કર્યું હતું.

પૂર્વજોને જૂનાગઢના નવાબ દ્વારા આફ્રિકાથી અહીં લાવવામાં આવ્યા હતા

અહીંના લોકોની ખાસ વાત એ છે કે જાંબુર ગામમાં રહેતા લોકોના મૂળ આફ્રિકામાં છે. જ્યારે ગુજરાતમાં જૂનાગઢનો કિલ્લો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેમના પૂર્વજોને જૂનાગઢના નવાબ દ્વારા આફ્રિકાથી અહીં લાવવામાં આવ્યા હતા. જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ કેટલાક લોકો અહીં સ્થાયી થઇ ગયા અને ધીમે ધીમે તેમણે પોતાનું ગામ બનાવ્યું.

 

જાંબુર ગામના લોકો દક્ષિણ પૂર્વ આફ્રિકામાં જોવા મળતા બન્ટુ સમુદાયના છે. તેઓ હવે સીદી સમુદાયનો દરજ્જો ધરાવે છે. સમુદાયના ઘણા લોકો નજીકના રાજ્યો જેવા કે કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વગેરેમાં પણ રહે છે.

આ લોકો આફ્રિકન જેવા દેખાતા હોવા છતાં તેમની બોલાતી ભાષા ગુજરાતી છે. લાઇફસ્ટાઇલ અને કપડાં પણ દેશી છે. આજે પણ ગુજરાતી સંસ્કૃતિને અનુસરે છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video