ADVERTISEMENT

ADVERTISEMENT

ગૌતમ બરાઈ ન્યૂ જર્સીની હેલ્થકેર કંપનીના સીઈઓ નિયુક્ત

બરાઈ બેંગ્લોર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે.

ગૌતમ બારાઈની નિમણૂકની જાહેરાત કરતું પોસ્ટર / Knack RCM via LinkedIn

ન્યૂ જર્સી આધારિત હેલ્થકેર ગ્રુપ નેક આરસીએમ (Knack RCM) દ્વારા ગૌતમ બરાઈને તેના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કંપનીની અધિકૃત જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે ગૌતમ બરાઈ પાસે AI-આધારિત વ્યવસાયોને વિસ્તારવા અને અદ્યતન ટેક્નોલોજી તેમજ ઓપરેશનલ ઉત્કૃષ્ટતા દ્વારા એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશનમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે. નેક આરસીએમમાં જોડાયા પહેલાં તેઓ WNSમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે સેવા આપી ચૂક્યા છે અને IT-સક્ષમ BPM પ્લેટફોર્મ Novarete LLPના સ્થાપક પણ રહ્યા છે.

ગૌતમ બરાઈ બેંગ્લોર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની તાલીમ પામેલા છે. તેઓએ લંડન બિઝનેસ સ્કૂલ અને કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી પણ મેળવી છે.

તેમની નિમણૂક અંગે કંપનીએ જણાવ્યું હતું કે, “અમે ગૌતમને નેક આરસીએમમાં આવકારવા માટે ઉત્સુક છીએ અને તેઓ જે વિઝન તેમજ ગતિ લાવશે તેની આશા રાખીએ છીએ. અમે સ્માર્ટર અને વધુ કનેક્ટેડ રેવન્યુ સાયકલ સોલ્યુશન્સને આગળ વધારવાનું ચાલુ રાખીશું.”

Comments

Related