યુનાઇટેડ સ્ટેટ્સમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ મંગળવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાઇને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક અહેવાલ મુજબ, સંધુને આગામી ચૂંટણીમાં અમૃતસર લોકસભા બેઠક માટે સંભવિત ઉમેદવાર તરીકે ગણવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી (આપ) એ આ જ મતવિસ્તાર માટે તેમના ઉમેદવાર તરીકે કુલદીપ સિંહ ધાલીવાલને નામાંકિત કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.
ઔપચારિક પ્રવેશ સમારંભ નવી દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય રોડ સ્થિત ભાજપના મુખ્યાલયમાં યોજાયો હતો. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને તરુણ ચુઘ સહિતના અગ્રણીઓની હાજરીમાં સંધુએ વિધિવત રીતે ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
નોંધનીય છે કે, અમૃતસર અમૃતસર બેઠક પર 2019 ની લોકસભાની ચૂંટણીમાં આરપારની લડાઇ જોવા મળી હતી, જ્યાં કૉંગ્રેસના ગુરજિત સિંહ ઔજલે ભાજપના હરદીપ સિંહ પુરીને અંદાજિત 1 લાખ મતોના નોંધપાત્ર માર્જિનથી હરાવ્યા હતા.
રાજદ્વારી વર્તુળોમાં તેમના વ્યાપક અનુભવ માટે જાણીતા સંધુએ ફેબ્રુઆરી 2020 થી જાન્યુઆરી 2024 સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી. આ પહેલા તેમણે જાન્યુઆરી 2017થી જાન્યુઆરી 2020 સુધી શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્તનું પ્રતિષ્ઠિત પદ સંભાળ્યું હતું. તેમની રાજદ્વારી કારકિર્દીમાં કોલંબોમાં ભારતીય ઉચ્ચાયોગ અને ફ્રેન્કફર્ટમાં ભારતના કોન્સ્યુલ જનરલ તરીકેના નોંધપાત્ર કાર્યકાળનો પણ સમાવેશ થાય છે.
23 જાન્યુઆરી, 1963 ના રોજ જન્મેલા સંધુએ ધ લોરેન્સ સ્કૂલ, સનાવરથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીથી હિસ્ટ્રીમાં અંડરગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો. તેમણે નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર ડિગ્રી મેળવીને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓને આગળ વધારી હતી.
સંધુની રાજદ્વારી સફર ભૂતપૂર્વ સોવિયત યુનિયન (રશિયા) માં શરૂ થઈ હતી. જ્યાં તેમણે 1990 થી 1992 સુધી ભારતીય મિશનમાં ત્રીજા સચિવ (રાજકીય)/બીજા સચિવ (વાણિજ્યિક) તરીકે સેવા આપી હતી.
રાજદ્વારી સંબંધોના અનુભવી સંધુને પાર્ટીમાં જોડવા તે ભાજપનું એક રાજકીય વ્યૂહાત્મક પગલું કહી શકાય. પંજાબમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી પોતાનું વર્ચસ્વ બનાવવા માંગે છે અને પકડ મજબૂત કરવાના ઉદેશ્યથી આ પગલું ભરવામાં આવ્યું છે. પંજાબમાં લોકસભાની 11 બેઠકો માંથી ભાજપે 2019ની ચૂંટણી દરમિયાન બે બેઠકો પર જીત મેળવી હતી. રાજકારણમાં સંધુની એન્ટ્રી પંજાબના રાજકીય મેદાનમાં એક નવુજ ચિત્ર ઉભું કરશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login