ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કોંગ્રેસને આડે હાથ લીધી
April 2025 51 views 03 min 02 secઅમદાવાદમાં તારીખ 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના અનેક નેતાઓએ સરદાર પટેલને યાદ કર્યા હતા. ત્યારે અધિવેશનના અંતિમ દિવસે સુરતમાં ભાજપનું મજૂરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં સી.આર.પાટીલે કોંગ્રેસના અધિવેશનને લઈ આકરા પ્રહારો કરતા કહ્યું- સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસે જગ્યા ના આપી, કોંગ્રેસનો એક માઇનો લાલ બતાવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબનાં દર્શન કરવા ગયો હોય. અધિવેશન પહેલાં કોંગ્રેસને સરદાર નહોતા યાદ આવ્યા હવે ગુજરાતમાં કોંગ્રેસને ઊભી કરવા સરદારનો સહારો લેવો પડ્યો