ગુજરાત આવી શકે છે ઇલોન મસ્કની ટેસ્લા.
February 2025 98 views 01 min 27 secઇલોન મસ્કની વિશ્વવિખ્યાત EV મેકર ટેસ્લા ગુજરાત આવી શકે છે. પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઇઓ મસ્કે તેમની સાથે મુલાકાત કરતાં હવે ભારત આવવાની શક્યતાઓ ઊજળી બની છે. ટેસ્લા ઇન્ક.એ ભારતમાં ભરતીપ્રક્રિયા પણ શરૂ કરી છે, જે દર્શાવે છે કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરી શકે છે. 17 ફેબ્રુઆરીએ LinkedIn પર ટેસ્લાએ 13 પદો માટે ભરતીની જાહેરાત કરી. આમાં કસ્ટમર સર્વિસ અને બેક એન્ડ કામગીરી સંબંધિત 13 પોસ્ટ્સનો સમાવેશ થાય છે.