ADVERTISEMENTs

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ- પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ.

પ્રધાનમંત્રી મોદીના શાસનકાળમાં ગુજરાતની સરહદો અભેદ કિલ્લા જેવી બની: આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ સમારોહ / માહિતી વિભાગ, ગુજરાત.

ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. ૨૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -૧૫૭૦૦ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ ૧૦૦, આરોગ્ય વિભાગની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, શહેરી વિકાસ વિભાગની ૧૦૧ ફાયર સેવા, મહિલા અને બાળ વિકાસની અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન, ડિઝાસ્ટર હેલ્પલાઈન ૧૦૭૦, ૧૦૭૭, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન વગેરે જેવી મહત્વની ઈમરજન્સી સેવાઓ મેળવવા ડાયલ ૧૧૨ નંબર કરવાથી ઉપરોક્ત તમામ સંકલિત (ઇન્ટીગ્રેટેડ) ઈમરજન્સી સેવાઓ ઝડપથી નાગરિકોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કાર્યાન્વિત ગૃહ વિભાગ અને EMRI GHS  જે છેલ્લા ૧૮ વર્ષથી રાજ્યમાં ૧૦૮ સેવાનું સફળ સંચાલન કરી રહેલ સંસ્થા સાથે પીપીપી ધોરણે MoU કરવામાં આવ્યા છે.  

૧૧૨ જનરક્ષક પ્રોજેકટની ખાસિયતો

•    એક નંબર, અનેક સેવાઓ: પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઈન (૧૮૧), ચાઈલ્ડ હેલ્પલાઈન (૧૦૯૮) અને ડિઝાસ્ટર હેલ્પલાઈન (૧૦૭૦/૧૦૭૭) જેવી સેવાઓ માટે હવે માત્ર ૧૧૨ નંબર ડાયલ કરવાનો રહેશે. 
•    ત્વરિત અને અસરકારક પ્રતિસાદ: જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપી પહોંચ અને સમયસર મદદ મળી રહેશે. કોલ કરનારનું સ્થળ (લોકેશન) ડિટેકશન સિસ્ટમ દ્વારા સચોટ લોકેશન પ્રાપ્ત થતાં ઈમરજન્સી સેવાની ટીમોનું સીઘ્ર પ્રસ્થાન. 
•    ટેકનોલોજીનો ઉપયોગ: ડાયલ ૧૧૨ રિસ્પોન્સ સેન્ટરમાં કોમ્પ્યુટર એઈડેડ ડિસ્પેચ (CAD) સિસ્ટમ, વોઇસ લોગર, કોલર લોકેશન બેઝ સર્વિસિસ, જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ (MDT), વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે.

પ્રોજેક્ટના મુખ્ય ઘટકો
૧. સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (SERC)
•    કેન્દ્રિય સંચાલન: અમદાવાદ ખાતે કાર્યરત આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે. અહીં ૧૫૦ બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર છે, જે સમગ્ર રાજ્યભરમાંથી આવતા તમામ ઈમરજન્સી કોલ્સનું રિપોર્ટિંગ અને ઘટના સ્થળે જરૂરી ઈમરજન્સી સેવાની ટીમને ત્વરિત મોકલવાની વ્યવસ્થાનું સંચાલન કરશે.
•    સંકલિત વ્યવસ્થા: અહીંથી કોલ્સને સંબંધિત ઈમરજન્સી સેવાઓ સાથે જોડીને ત્વરિત મદદ પૂરી પાડવામાં આવશે

ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (DERC):
•    સ્થાનિક જિલ્લા/શહેર સ્તરે મોનિટરિંગ: દરેક જિલ્લા/શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ખાતે જનરક્ષક કેન્દ્ર કાર્યરત રહેશે. અહીંથી સ્થાનિક પીસીઆર વાનોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ અને સંચાલન કરી શકાશે.‘ડાયલ ૧૧૨ જનરક્ષક’ પીસીઆર વાન
•    વાહનોની સંખ્યા: હાલમાં ઉપલબ્ધ ૫૦૦ પીસીઆર વાન ઉપરાંત નવી ૫૦૦ વાન ઉમેરાતા હવે કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાન પોલીસ ઈમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે.
•    ડાયલ ૧૧૨ જનરક્ષક ઈમરજન્સી વાનની સેવા માટે વાર્ષિક કુલ રૂ. ૯૨ કરોડ ખર્ચ માટે બજેટ જોગવાઈ.  

વિશેષતાઓ:
•    આ તમામ વાનો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે, જેથી તેમનું લોકેશન અને મૂવમેન્ટ સતત ટ્રેક કરી શકાશે.
•    વાહનોમાં લાઈટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, MDT, વાયરલેસ સેટ અને અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ રહેશે. 
•    દરેક વાનમાં એક શિફ્ટ દરમિયાન હેડ કોન્સ્ટેબલ/ASI, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર એમ કુલ ત્રણ સભ્યોની ટીમ હાજર રહેશે.
•    રિસ્પોન્સ ટીમના સભ્યો પાસે યુનિફોર્મ, લાઠી, હેલ્મેટ, અને બોડી વોર્ન કેમેરા ઉપલબ્ધ રહેશે.

સેવા અને સુવિધાઓ
•    રિસ્પોન્સ ટાઈમ: સરકારનો ઉદ્દેશ્ય ઈમરજન્સી કોલ આવ્યા બાદ ત્વરિત ઘટના સ્થળે પહોંચવાનો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ વાન તૈનાત કરવામાં આવશે.
•    તાલીમબદ્ધ કર્મચારીઓ: આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પોલીસ અને અન્ય કર્મચારીઓને ઈમરજન્સી રિસ્પોન્સ અને ડિજિટલ અપડેશન અંગે જરૂરી તાલીમ આપવામાં આવી છે.
•    ડિજિટલ રિપોર્ટિંગ: દરેક કેસની વિગત MDT પર ફરજિયાતપણે નોંધવામાં આવશે, જેથી વધુ પારદર્શિતા જળવાઈ રહે.
•    સફળતા: ફેબ્રુઆરી ૨૦૧૯ થી અત્યાર સુધીમાં ૧૧૨ ‘જનરક્ષક’ અંતર્ગત ૧.૫૫ કરોડથી વધુ કોલ્સને સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૪,૭૧૭ કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. ડાયલ ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટ ગુજરાતમાં નાગરિક સુરક્ષા અને ઈમરજન્સી મેનેજમેન્ટની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ પહેલથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ વધશે અને એક સુરક્ષિત સમાજનું નિર્માણ થશે.

નવીન ૫૩૪ બોલેરો વાનનું લોકાર્પણ:

રાજ્યમાં પોલીસની નાગરિકો માટે સેવા વધારે સુદ્ઢ થતી રહે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ પોલીસના વાહનોનું સમયસર મેન્ટેનન્સ અને જૂના થયેલા વાહનોનું સમયસર રિપ્લેસમેન્ટ થઈ શકે તે માટેની સુગઠિત વ્યવસ્થાના ભાગરૂપે નવીન ૫૩૪ જેટલી બોલેરો વાન લોકોની સેવામાં લોકાર્પણ કરવામાં આવી છે .

જેના પરિણામે પોલીસની નાગરિકો સુધીની પહોંચ વધુ ઝડપી અને મૈત્રી પૂર્ણ બનશે તેમજ રાજ્યમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત તથા પોલીસ સ્ટાફના અધિકારી અને કર્મયોગીઓને જરૂરી પરિવહન સગવડ રૂપે આ વાહનોની સંખ્યા -કાફલો એક મહત્વનો રિસોર્સ સાબિત થશે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video