સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગ
July 2025 48 views 01 min 14 secસુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે ૨૪*૭ શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો “રિયલ ટાઈમ” અંદાજ મેળવીને, સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આ આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે.