UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા તાલીમાર્થીઓને સન્માનિત કર્યા
May 2025 125 views 02 min 13 secમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીપા અમદાવાદ ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા તાલીમાર્થીઓને સન્માનિત કર્યા હતા. યુપીએસસીમાં સફળતા મેળવનાર તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરતા સામાન્ય માણસને મદદરૂપ થવાનો ભાવ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશાં ભાર મૂકે છે.