ગુજરાતના પ્રથમ ગોલ્ડ ATMનો સુરતમાં પ્રારંભ.
April 2025 35 views 02 min 39 secઅત્યાર સુધી તમે પૈસાના કે મિનરલ વોટરના ATM મશીન જોયા હશે. પરંતુ, હવે ગુજરાતમાં GOLD એટીએમ પણ આવી ચૂક્યું છે. રાજ્યમાં સૌ પ્રથમ સુરતમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે.