ધ ક્લોથિંગ મેન્યુફેકચુરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CMAI) દ્વારા તા. ર૧, રર અને ર૩ એપ્રિલ, ર૦રપ દરમ્યાન મુંબઇ સ્થિત બોમ્બે એકઝીબીશન સેન્ટર ખાતે ‘પાંચમા ફેબ શો’નો પ્રારંભ થયો છે, જેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સરકાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. આ ફેબ શોમાં સમગ્ર દેશમાંથી રપ૦થી વધુ ગારમેન્ટના ઉત્પાદકોએ ભાગ લીધો છે, જેમાં અલગથી ફાળવાયેલા SGCCI પેવેલિયનમાં સુરતના ૪પ જેટલા ગારમેન્ટ અને ફેબ્રિકના ઉત્પાદકોનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર રાજ્યના માનનીય ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રી સંજય સાવકરેના હસ્તે આજે CMAI દ્વારા આયોજિત પાંચમા ફેબ શોનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી નિખિલ મદ્રાસી, ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, ગૃપ ચેરમેન શ્રી કિરણ ઠુમ્મર, CMAI ના પ્રમુખ શ્રી સંતોષ કટારિયા, CMAI ના ચેરમેન શ્રી નવિન સૈનાની, CMAI ના સાઉથ ગુજરાત રિજીયન ચેરમેન ડો. અજોય ભટ્ટાચાર્ય, શ્રી મયુર ગોળવાલા વિગેરે ઉપસ્થિત રહયા હતા.
SGCCI ના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ખરીદદારો અને વેચાણકારોને એક જગ્યા પર લાવવા માટે સીએમએઆઇ દ્વારા મુંબઇ ખાતે ફેબ શોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ ફેબ શોના આયોજન માટે દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનું નેતૃત્વ કરતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે, આથી આ વર્ષે આ ફેબ શોમાં ચેમ્બર ઓફ કોમર્સને અલગથી રર૦૦ સ્કવેર ફુટ એરિયામાં SGCCI પેવેલિયન ફાળવવામાં આવ્યું છે. આ SGCCI પેવેલિયનમાં ૪પ જેટલા સુરતના ગારમેન્ટ અને ફેબ્રિક ઉત્પાદકોએ ભાગ લીધો છે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ફેબ શોમાં સુરતના ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદિત ગારમેન્ટ અને ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે, જેને ખરીદદારોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે. આ ફેબ શોમાં ગારમેન્ટ અને એપેરલ સેકટરમાં સારી ઇન્કવાયરી જનરેટ થઇ રહી છે.
CMAI ફેબ–શોના ચેરમેન નવિન સૈનાનીએ આંકડાકીય માહિતી રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૪–રપમાં ગારમેન્ટ સેકટરે ૧૦.૦૩ ટકાનો ગ્રોથ નોંધાયો છે. ભારતથી ચાલુ વર્ષે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે ગારમેન્ટ અને એપેરલ મળીને ૧પ.૦૯ બિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ થયું છે. જાન્યુઆરીથી ડિસેમ્બર ર૦ર૪ દરમ્યાન એક્ષ્પોર્ટના ગ્રોથમાં ૩પ ટકાનો વધારો થયો છે.
વધુમાં, CMAI દ્વારા આયોજિત પાંચમા ફેબ શોની ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના ટેક્ષ્ટાઇલ સેક્રેટરી સુશ્રી રશ્મી વર્માએ મુલાકાત લીધી હતી ત્યારે આવતીકાલે આ ફેબ શોમાં છત્તીસગઢ સરકારના મંત્રીઓ તથા ઉચ્ચાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login