કેસુડા અને એલોવેરાના સાબુ બનાવવાનો ગૃહઉદ્યોગ, માસિક રૂ. 1 લાખનું વેચાણ, જાણો વિગત
March 2026 2 views 01 min 09 secતાપી જિલ્લાના રેંગણકચ્છ ગામની ૧૦ આદિવાસી મહિલાઓએ 'પૂર્ણા સખી મંડળ' દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બહેનોએ કેસુડા અને એલોવેરા જેવા પ્રાકૃતિક ઘટકોમાંથી સાબુ બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કરી આધુનિક બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સરકારી તાલીમ અને આજીવિકા મિશનના સહયોગથી કાર્યરત આ મંડળે માત્ર ફેબ્રુઆરી માસમાં જ રૂ. ૧.૧૦ લાખનું વેચાણ નોંધાવ્યું છે. ખાસ કરીને ઉનાળામાં કેસુડાના સાબુની ભારે માંગ રહેતા તેમની માસિક આવક રૂ. ૫૦ હજાર સુધી પહોંચી જાય છે. ઘરકામની સાથે શરૂ થયેલો આ નાનકડો પ્રયાસ આજે આદિવાસી મહિલા સશક્તિકરણનું પ્રતીક બની ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



