ADVERTISEMENT

ADVERTISEMENT

બે ગુજરાતી અમેરિકન મોટેલ માલિકોની ધરપકડ કરવામાં આવી

અમેરિકામાં ભારતીય અમેરિકન મોટેલ માલિકોનીધરપકડ કરવામાં આવી છે કેમ કે તે પોતાની ઇમારતમાં ભાગેડુઓને છુપાવા માટે પનાહ આપતા હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર, ‘સુપર 8 અને માઉન્ટેન ઇનના માલિકો દક્ષાબેન પટેલ અને હર્ષિલ પટેલને 'વોન્ટેડ શકમંદો'

By Louis Hansel / Google

'વોન્ટેડ શકમંદો'

અમેરિકામાં ભારતીય અમેરિકન મોટેલ માલિકોનીધરપકડ કરવામાં આવી છે કેમ કે તે પોતાની ઇમારતમાં ભાગેડુઓને છુપાવા માટે પનાહ આપતા હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર, ‘સુપર 8 અને માઉન્ટેન ઇનના માલિકો દક્ષાબેન પટેલ અને હર્ષિલ પટેલને 'વોન્ટેડ શકમંદો' વિશે ઘણી વખત સૂચના આપવામાં આવી હતી પરંતુ અવગણવામાં આવી હતી.’

અમેરિકાના ટેનેસી રાજ્યમાં ભારતીય મૂળના બે મોટેલ માલિકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના નામ દક્ષાબેન પટેલ અને હર્ષિલ પટેલ છે. મોન્ટેગલ પોલીસ વિભાગે ફેસબુક પોસ્ટમાં આ માહિતી શેર કરતા જણાવ્યું છે કે ટેનેસીમાં બે ભારતીય અમેરિકન મોટેલ માલિકોની ઇમારતમાં ભાગેડુઓને છુપાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે સુપર 8 અને માઉન્ટેન ઇનના માલિકો દક્ષાબેન પટેલ અને હર્ષિલ પટેલને 'વોન્ટેડ  આરોપી' વિશે ઘણી વખત એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમણે હોટેલમાં તેમને છૂપાવવા વિશે અધિકારીઓને ખોટી માહિતી આપી હતી. ટેનેસીમાં મંગળવારે આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી સત્તાધીશોએ જણાવ્યું હતું કે તેઓએ જુલાઇ 18ની તપાસ દરમિયાન વોન્ટેડ પુરુષોના ઠેકાણા વિશે કથિત રીતે ખોટી માહિતી આપી હતી..

ફ્રેન્કલિન કાઉન્ટીના ભાગેડુ

પોલીસે જણાવ્યું કે વિસ્તારમાં ડ્રગ્સની આશંકાથી બે અધિકારીઓ હોટલના પાછળના ભાગ પર નજર રાખી રહ્યા હતા. તેમણે એક બાલ્કનીમાં બે લોકોને જોયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓએ પાર્કિંગની જગ્યામાં પગપાળા પીછો કર્યા પછી બંને શકમંદોને ઝડપી પાડ્યા હતા. પોલીસને પાછળથી માહિતી મળી હતી કે તે હોટેલમાં બિલ્ડિંગના ખૂણામાં એક છુપાવવાની જગ્યા હતી જ્યાં વોન્ટેડ શકમંદો રોકાયા હતા. અધિકારીઓએ બંનેની ઓળખ ફ્રેન્કલિન કાઉન્ટીના ભાગેડુ તરીકે કરી હતી. પોલીસે બંને સામે ગુંડાગીરીના આરોપસર વોરંટ પણ બહાર પાડ્યું છે. બંને હોટલ માલિકો પર પોલીસ અધિકારીઓને ખોટા અહેવાલ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે વર્ગ Eનો ગુનો હતો.

Comments

Related