••
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે મેં યુએઈના રાષ્ટ્રપતિ અને મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વાત કરી. યુએઈ પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી અને આ હુમલાઓમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. આ મુશ્કેલ સમયમાં ભારત યુએઈ સાથે એકજુટતાથી ઊભું છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન.(File Photo)
Credit: IANS/PIB